ગુજરાત પોલીસ : કચ્છના રણમાં આકરા તાપમાં બીમાર વૃદ્ધાને 5 કિમી સુધી ઊંચકીને જતાં મહિલા પોલીસની કહાણી

વીડિયો કૅપ્શન, કચ્છના રણમાં આકરા તાપ વચ્ચે વૃદ્ધાને ઊંચકીને 5 કિલોમીટર ચાલનારાં મહિલા પોલીસકર્મીની કહાણી
પ્રકાશિત

કચ્છના અફાટ રણમાં આકરા તાપ વચ્ચે મહિલા પોલીસ કોન્સ્ટેબલનો એક વૃદ્ધાને ઊંચકીને લઈ જતો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે.

ધોળાવીરાથી 10 કિમી દૂર ભંજડા દાદાના મંદિરે કથા સાંભળવા એક વૃદ્ધા પહોંચ્યાં હતાં. ત્યાં ડુંગરનાં પગથિયાં ચડતી વેળાએ તેઓ ચક્કર ખાઈને પડી ગયાં હતાં.

બંદોબસ્તમાં રહેલાં મહિલા કોન્સ્ટેબલને જાણ થતાં તેમણે વૃદ્ધાની પ્રાથમિક સારવાર કરીને પાંચ કિલોમીટર ઊંચકીને લઈ આવ્યાં હતાં.

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો