વલસાડમાં પાણીની ભયંકર તંગી, જીવના જોખમે મહિલાઓએ કૂવામાં ઊતરવું પડે છે

વીડિયો કૅપ્શન, વલસાડમાં પાણીની ભયંકર તંગી, જીવના જોખમે મહિલાઓએ કૂવામાં ઊતરવું પડે છે
પ્રકાશિત

ઉનાળામાં અંગારાની જેમ તપતી ધરતી પર કિલોમિટરો સુધી ચાલી ગુજરાતનાં આદિવાસી મહિલાઓ દરરોજ એક જંગ લડે છે.

આ જંગ છે પાણીની. જીવનના અમૃત ગણાતા પાણી માટે આ મહિલાઓ દરરોજ પોતાના જીવને દાવ પર લગાવવા માટે મજબૂર છે.

ઉનાળો આવતાં જ ગુજરાતના અનેક જિલ્લાઓ પર જાણે પાણીનો શ્રાપ લાગી જાય છે.

વલસાડ જિલ્લો પણ તેમાંથી બાકાત નથી. કપરાડા તાલુકાના ગોટવણ ગામે મહિલાઓને પીવાના પાણી માટે 100 ફૂટ ઊંડા કૂવામાં ઊતરવું પડે છે.

line
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો