વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને આસામની કોર્ટે આપ્યા જામીન

વીડિયો કૅપ્શન, 10 દિવસની કેદમાંથી બહાર આવેલા જિજ્ઞેશ મેવાણીએ શું કહ્યું
પ્રકાશિત

સમાચાર સંસ્થા એએનઆઈ વકીલ અંશુમન બોરાને ટાંકીને જણાવે છે કે બારાપેટાની જિલ્લા કોર્ટે જિજ્ઞેશ મેવાણીને જામીન આપ્યા છે.

આસામ પોલીસની ટીમે ગત 21 એપ્રિલની રાતે 11.30 વાગ્યાની આસપાસ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર સર્કિટ હાઉસથી વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની ધરપકડ કરી હતી.

તેમની ધરપકડ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અંગેની ટ્વીટ મામલે સ્થાનિક ભાજપના નેતાની ફરિયાદ બાદ કરવામાં આવી હતી.

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો