'જિંદગી આખી નીકળી ગઈ, પણ પાણીનું સુખ ભાળ્યું નથી', સુરેન્દ્રનગરનાં ગામોમાં પશુધન જિવાડવા લોકોએ ઘરબાર છોડ્યાં
પ્રકાશિત
ધખધખતા તાપ અને અગન વરસાવતા દિવસોમાં માસૂમ બાળકોને લઈને આ મહિલાઓ દરરોજ પાણી માટે કિલોમીટરો સુધી ચાલી તરસ સામે સંઘર્ષ કરે છે.
પાણીનો આ સંઘર્ષ હવે આ મહિલાઓના જીવનનો ભાગ બની ચૂક્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના જસાપર , નાનયાણી, નાના કાંધાસર, સાંગાણી, રાજાવડ, નાની મોરસલ સહિતનાં અનેક ગામો પાણીની તંગીથી ઉજ્જડ બની રહ્યાં છે.
પશુપાલન પર નિર્ભર આ ગામના લોકો ધીમે ધીમે કરીને હિજરત કરી રહ્યા છે.
વીડિયો : સચીન પીઠવા / રવિ પરમાર

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો