હાર્દિક પટેલ : કૉંગ્રેસ પર પ્રહારો કરતા હાર્દિક પટેલે પોતાની નારાજગીનું શું કારણ આપ્યું?
પ્રકાશિત
ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં ફરી એક વાર ગુજરાત કૉંગ્રેસ પર કંઈક આ અંદાજમાં પ્રહાર કર્યા છે.
હાર્દિક પટેલે અવારનવાર પ્રદેશના નેતાઓ અને કૉંગ્રેસના મોટાં માથાં દ્વારા તેમને કામ ન કરવા દેવાતા હોવાના આક્ષેપ પણ કર્યા છે.
આવી પરિસ્થિતિમાં જ્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આડે અમુક સમય જ બાકી છે ત્યારે હાર્દિકની કૉંગ્રેસ પ્રત્યેની નારાજગીનો અર્થ ઘણા જાણકારો અને વિશ્લેષકો તેમની ભાજપમાં સામેલ થવાની મહેચ્છાના સંકેત તરીકે પણ ગણાવી રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો