પંજાબમાં ઘઉંના દાણાના કદમાં કેમ થયો ફેરફાર? શા માટે ઓછું પાકી રહ્યું છે અનાજ?
પ્રકાશિત
જળવાયુ પરિવર્તનની અસર આખા વિશ્વ પર પડી રહી છે. પરંતુ તેની અસર કૃષિપાક પર કેવી થાય છે? આબોહવા પરિવર્તનની વ્યાપક અસર હવે અનાજના ભંડાર પર પણ દેખાઈ રહી છે. આ વખતે માર્ચમાં જ ગરમી રેકર્ડ સ્તરે હતી. માર્ચમાં અચાનક તાપમાન વધતાં ઘઉંના ઉત્પાદન પર તેની અસર થઈ છે.
આ ગરમીની અસરને કારણે ઘઉંના દાણા બરાબર વિકસી શક્યા નહોતા. ત્યારે જળવાયુ પરિવર્તનથી ઘઉંના પાકને કેવું નુકસાન થયું છે તેના પર જોઈએ પંજાબથી બીબીસી સંવાદદાતા સરબજિતસિંહ ધાલીવાલનો આ અહેવાલ.


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો