સ્વીડનમાં કુરાન સળગાવ્યા બાદ દેશમાં રમખાણો ફાટી નીકળ્યાં
પ્રકાશિત
સ્વીડનમાં શ્રેણીબદ્ધ રીતે રેલી આયોજિત કરી તેમાં કુરાનની નકલો બાળવાની કટ્ટર જમણેરી જૂથની યોજના સામે વિરોધ થઈ રહ્યો છે.
આક્રોશમાં આવેલા પ્રદર્શનકર્તાઓ સાથે પોલીસનું સતત ચોથા દિવસે પણ ઘર્ષણ થયું હતું.
અધિકારીઓએ રમખાણ કરી રહેલા લોકોને ચેતવણી આપવા માટે છોડેલી ગોળીથી ત્રણ લોકો ઘાયલ થયા હતા.
વિરોધપ્રદર્શન દરમિયાન વાહનોને આગ લગાડવામાં આવી હતી અને ઓછામાં ઓછા સત્તર લોકોની ધરપકડ કરવામાં આવી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો