સુરત: દાદા-દાદીઓ બન્યાં મૉડલ, ફેશન શૉમાં કર્યું રૅમ્પ વૉક
પ્રકાશિત
સામાન્ય રીતે યુવાનો માટે ફૅશન શોનું આયોજન કરવામાં આવતું હોય છે પરંતુ સુરતમાં યુવાનોનો નહીં પરંતુ વડીલોનો ફૅશન શો યોજવામાં આવ્યો હતો.
આ ફૅશન શોમાં 60થી 85 વર્ષ સુધીનાં મહિલા અને પુરુષોએ ડિઝાઇનર વસ્ત્રો પહેરીને મૉડલની જેમ રૅમ્પ વૉક કર્યું હતું.
ઓલ્ડ ઈઝ ગોલ્ડ થીમ પર થયેલા આ ફૅશન શો માટે આ તમામ સ્પર્ધકોનું મેકઅપ અને સ્ટાઈલિંગ કરવામાં આવ્યું હતું.
સ્પર્ધકોનું કહેવું છે કે આ શો મારફતે તેમના જીવનમાં નવા ઉત્સાહનો સંચાર થયો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો