રાજકોટનાં આ મહિલા 200 માનસિક વિકલાંગ બાળકોને શીખવે છે જીવનના પાઠ
પ્રકાશિત
રાજકોટનાં પૂજાબહેન પટેલ 200 જેટલાં માનસિક વિકલાંગ બાળકોનાં માતા બની તેમની દેખભાળ સહિત સારા ભવિષ્ય માટે કામ કરી રહ્યાં છે. પૂજાબહેનનો પુત્ર વાસુ પણ માનસિક વિકલાંગ છે.
તેમને જ્યારે પોતાના પુત્રની વિકલાંગતા વિશે ખ્યાલ આવ્યો ત્યારે તેમને પહેલાં તો આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો. પરંતુ ધીમે ધીમે તેમણે પોતાના પુત્રની માનસિક વિકલાંગતા સ્વીકારી અને હાલ તેઓ અનેક બાળકોની મદદ કરી રહ્યાં છે.
જુઓ, આ પ્રેરણાદાયક કહાણી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો