શાર્ક ટૅન્કના જુગાડુ કમલેશનો એ જુગાડે જેમણે તેમની જિંદગી બદલી નાખી
પ્રકાશિત
કમલેશની બનાવેલી સાઇકલ માટે શાર્ક ટૅન્કના પિયુષ બંસલ પાસેથી તેમને ત્રીસ લાખ રૂપિયાના ભંડોળની ઑફર આપવામાં છે. આ સાઇકલ જંતુનાશક દવા છાંટવા માટે વપરાય છે.
કમલેશે કહ્યું કે, “દવાઓના છંટકાવ માટે તેમના પિતાને આકરી મહેનત કરતાં જોઈને તેમને આ પ્રકારની સાઇકલ બનાવવાનો વિચાર આવ્યો.
તેમને મળેલી નાણાકીય સહાય બાદ તેમની આ કારીગરીની પ્રશંસા થઈ રહી છે. તો હવે તેમના માટે પડકાર એ છે કે તેઓ કેવી રીતે વાજબી ભાવે લોકો સુધી આ વસ્તુ પહોંચાડે. તેમનું કહેવું છે કે તેઓ નવીન કામ કરવાનું કદી બંધ નહીં કરે.


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો