યુક્રેનના રાષ્ટ્રપતિએ દેશ માટે શહીદ થવાની દર્શાવી તૈયારી, પણ દેશની જનતાને આપી ચેતવણી

વીડિયો કૅપ્શન, યુક્રેનના રાષ્ટ્રપતિએ દેશ માટે શહીદ થવાની દર્શાવી તૈયારી, પણ દેશની જનતાને આપી ચેતવણી
પ્રકાશિત

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ કિએવમાં તેમના કમાન્ડ સૅન્ટરમાંથી એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં ચેતવણી ઉચ્ચારી હતી અને કહ્યું કે, 'તેઓ દેશની રક્ષા માટે શહીદ થવા પણ તૈયાર છે.'

તેમણે કહ્યું કે 'રશિયા સામે લાંબી લડાઈ લડવાની છે.' બીજી તરફ રશિયાની સેનાએ રાજધાની કિએવનો મોરચો સમાપ્ત કર્યા બાદ પૂર્વની દિશામાં ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

યુક્રેનના મહત્ત્વપૂર્ણ બંદરગાહ મારિયુપોલના મેયરે ન્યૂઝ સંસ્થા ઍસોસિયેટેડ પ્રેસ એજન્સીને જણાવ્યું કે યુદ્ધ શરૂ થયું, ત્યારથી અત્યાર સુધીમાં શહેરમાં 10 હજારથી વધુ નાગરિકોનાં મૃત્યુ થયાં છે.

મેયર વાદિમ બૉયચેન્કોના કહેવા પ્રમાણે, શેરીઓમાં લાશો રઝળી રહી છે અને હજુ પણ લગભગ એક લાખ 20 હજાર નાગરિકો શહેરમાં નિવાસ કરી રહ્યા છે. શહેરને ખોરાક, પાણી અને દવાઓનની તત્કાળ જરૂર છે.

મેયરનું કહેવું છે કે તેમણે એપીને જે માહિતી આપી, તે અનેક સ્રોતો પાસેથી મેળવેલી છે, પરંતુ બીબીસી સ્વતંત્ર રીતે તેની પુષ્ટિ કરતું નથી.

રશિયન દળોએ બંદરગાહ પર લાંગરેલા લિબ્રિયાના જહાજને તાબા હેઠળ લીધું છે. 21મી ફેબ્રુઆરીએ લડાઈ શરૂ થઈ, ત્યારથી જ જહાજ બંદરગાહ પર હતું અને દરિયામાં નીકળી શક્યું ન હતું. જહાજ પર યુક્રેનના 18 તથા ઇજિપ્તના એક નાગરિક છે.

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો