પેટ્રોલ અને ગૅસનો બાટલો હપ્તેથી આપવા માટે નરેન્દ્ર મોદીને પત્ર લખનાર વ્યક્તિએ શું કહ્યું?

પ્રકાશિત

ગુજરાત સહિત દેશભરમાં મોંઘવારીએ માઝા મૂકી છે અને પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે.

લોકો આ ભાવવધારાથી પરેશાન છે અને સરકારને ભાવ ઘટાડવા માટે અપીલ પણ કરી રહ્યા છે.

એવા સમયે રાજકોટના ધોરાજીના સાંકેત મકવાણા ચર્ચામાં આવ્યા છે, કારણ છે તેમણે વડા પ્રધાન મોદીને લખેલો પત્ર. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવોને પગલે સામાન્ય લોકોની જેમ તેમની મુશ્કેલીઓ પણ વધી ગઈ છે.

તેમણે વડા પ્રધાન મોદીને એક નાનકડી અપીલ કરી છે.

વીડિયો : બિપિન ટંકારિયા અને સુમિત

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો