કચ્છના એ કારીગર જે જૂનાં ગાડાંમાંથી બનાવે છે અવનવા ઝૂલા

વીડિયો કૅપ્શન, કચ્છના એ કારીગર જે જૂનાં ગાડાંમાંથી બનાવે છે અવનવા ઝૂલા
પ્રકાશિત

કચ્છમાં એક એવા કારીગર છે જેઓ ઐતિહાસિક વારસાને નવું રંગરૂપ આપી ભૂતકાળને ફરી જીવંત કરવાનું કામ કરી રહ્યા છે.

કચ્છના નાનકડા ગામમાં રહેતા ગોપાલભાઈ નકામા અને ધૂળખાતાં લાકડાંનાં ગાડાં એકઠાં કરે છે અને તેમાંથી અવનવા ઝૂલા બનાવવાનું કામ કરે છે.

પહેલાંના સમયમાં જે ગાડાં બનતાં હતા તેમાં સાગ-સીસમ જેવા મજબૂત અને કિંમતી લાકડાનો ઉપયોગ થતો હતો, પરંતુ આજના બુલેટ ટ્રેનના યુગમાં આ ગાડાંની ગતિ ધીમી પડી ગઈ છે.

વીડિયો : પ્રશાંત ગુપ્તા / રવિ પરમાર

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો