ગુજરાતમાં ગરમી : ગુજરાતમાં ભારે ગરમી તો બીજી તરફ વરસાદની આગાહી, કયા વિસ્તારોમાં થશે વરસાદ ?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં ભારે ગરમી તો બીજી તરફ પડશે વરસાદ, ચોમાસું કેવું રહેશે?
પ્રકાશિત

ગુજરાત સહિત ભારતના અનેક વિસ્તારોમાં હાલ ભયંકર ગરમી પડી રહી છે.

હવામાન વિભાગે અનેક વિસ્તારોમાં હીટવેવની આગાહી પણ કરી છે. ગુજરાતમાં હજી પણ આગામી દિવસોમાં લૂની શક્યતા છે અને ગરમીનો પારો હજી પણ ઊંચો જઈ શકે છે.

ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં તાપમાન 43 ડિગ્રીને પાર થઈ ગયું છે. ભૂજ, કંડલા અને અમરેલીના ઘણા વિસ્તારોમાં ભારે ગરમી પડી રહી છે.

ગુજરાતને ગરમીથી રાહત ક્યારે મળશે? હજી રાજ્યમાં તાપમાન વધશે? અને દેશમાં ક્યાં વરસાદ પડવાની શક્યતા છે? જુઓ આ વીડિયોમાં.

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો