યુક્રેન-રશિયા યુદ્ધ : યુક્રેનના નાગરિકોને રશિયન સેના ઢાલ બનાવી રહી હોવાના પુરાવા - બીબીસીનો ગ્રાઉન્ડ રિપોર્ટ

પ્રકાશિત

યુક્રેનની રાજધાની કિએવના ઉત્તરમાં રશિયન સૈન્ય નાગરિકોનો સુરક્ષાની ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યું હોવાના બીબીસીને પુરાવા મળ્યા છે.

કેટલાક પરિવારોનું કહેવું છે કે તેઓ જે ભોંયરામાં સંતાયા હતા ત્યાંથી તેમને બંદૂકની અણીએ બહાર કઢી અને પછી એક સ્કૂલમાં લઈ જઈ 24 કલાક બંદી બનાવી રખાયા.

રશિયન સેના દ્વારા કબજે કરાયેલા વિસ્તારોને જ્યારે યુક્રેનની સેના ફરીથી કબજે કરતી હતી તેને રોકવા માટે રશિયાની સેનાએ આવું કર્યું.

બીબીસી સંવાદદાતા જેરેમી બોવેને ઇવાન્કિવની મુલાકાત લીધી. અહેવાલના કેટલાક દૃશ્યો વિચલિત કરી શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો