You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પોલ-ડાન્સ શીખવાની સાથે ગેરમાન્યતાઓ તોડતાં યુવતીની સંઘર્ષભરી કહાણી
પ્રકાશિત
35 વર્ષીય નૂપુર છેલ્લાં ત્રણ વર્ષથી પોલ-ડાન્સિંગ કરે છે. નોકરી છોડીને તેઓ બિઝનેસની સાથે-સાથે પોતાના પૅશનને ફૉલો કરી રહ્યાં છે.
નૂપુરે આ મુશ્કેલ ડાન્સ શીખવાનું નક્કી કર્યું. પરંતુ નોકરી અને બિઝનેસ સાથે તે શીખતાં તેમને વર્ષો લાગ્યાં.
આ ડાન્સમાં માનવશરીરમાં ખૂબ જ લચીલાપણું જોઈએ, એટલે જ 30 વર્ષની વયે નૂપુરુ માટે આ શીખવું સરળ નહોતું. પોલ-ડાન્સને લઈને ઘણી ગેરમાન્યતાઓ પ્રવર્તે છે.
નૂપુરે પણ કેટલીક અણગમતી વાતો સાંભળવી પડી હતી. જુઓ તેમની સંઘર્ષભરી સફર, માત્ર બીબીસી ગુજરાતી સાથે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો