17 સેકન્ડમાં રુબિક ક્યૂબ સોલ્વ કરવાનો રેકૉર્ડ સ્થાપનાર છોકરી
પ્રકાશિત
તામિલનાડુના વિરુદુનગરની હર્ષાએ 17 સેકન્ડમાં રુબિક ક્યૂબ સોલ્વ કરવાનો રેકૉર્ડ બનાવ્યો છે, જોકે તેણે આ રેકૉર્ડ ઋષિકાસન અથવા વીંછીની જેમ ઊભા રહીને બનાવ્યો છે. ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ માટે આ તેનો બીજો રેકૉર્ડ છે.
હર્ષા કહે છે કે મેં રેકૉર્ડ બનાવ્યો છે, મારે સ્કોર્પિયન પોઝમાં મારી હાથના આધારે જમીન પર ઊંધા ઊભા રહેવાનું હતું. તેમણે મને રૂબિક ક્યૂબ આપ્યો અને મારે તેને 25 સેકન્ડમાં સોલ્વ કરવાનો હતો.
તે કહે છે કે હું છેલ્લા છ મહિનાથી આ માટે પ્રૅક્ટિસ કરી રહી હતી. મારા હાથ દુખવા લાગ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો