શ્રીલંકા આર્થિક સંકટ : 'રાંધણગૅસ ન હોવાથી 14 દિવસ રસોઈ બનાવી નથી', શ્રીલંકામાં લોકોના શું હાલ થયા?

પ્રકાશિત

શ્રીલંકામાં સર્જાયેલા અત્યાર સુધીના સૌથી ભયાવહ આર્થિક સંકટ વચ્ચે રવિવારે મોડી રાત્રે શ્રીલંકાના તમામ 26 કૅબિનેટ મંત્રીઓએ રાજીનામાં આપ્યાં છે.

પત્રકારો સાથે વાત કરતા દેશના શિક્ષણમંત્રી અને સદનના નેતા દિનેશ ગુણાવર્ધનાએ કહ્યું કે કૅબિનેટના મંત્રીઓએ વડા પ્રધાન મહિંદા રાજપક્ષેને રાજીનામાં આપ્યાં છે.

જોકે, તેમણે આ પાછળનું કોઈ કારણ જણાવ્યું ન હતું. રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે આર્થિક સંકટને દૂર કરવાની રીતને લઈને મંત્રીઓ પર જનતા તરફથી ભારે દબાણ હતું.

રવિવારે સાંજે શ્રીલંકાના રસ્તા પર સામાન્ય લોકોએ વિરોધપ્રદર્શનો પણ કર્યાં હતાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો