પાકિસ્તાનમાં ઇમરાન ખાને કરી સંસદભંગ કરવાની ભલામણ, હવે શું થશે?

પ્રકાશિત

ઇમરાન ખાન સરકાર સામેનો વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ મતદાન પહેલાં નેશનલ ઍસેમ્બલીના ડેપ્યુટી સ્પીકરે ગેરબંધારણીય ગણાવીને ફગાવી દીધો છે.

આ સત્ર ઍસેમ્બલીના ડૅપ્યુટી સ્પીકર કાસિમખાન સૂરીની અધ્યક્ષતામાં શરૂ થયું હતું. ત્યાર બાદ ઇમરાન ખાને દેશને સંબોધિત કરતાં કહ્યું કે તેમણે રાષ્ટ્રપતિને સંસદભંગ કરવા અને ફરીથી ચૂંટણી યોજવા ભલામણ કરી છે.

નેશનલ ઍસેમ્બલીમાં વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવ્યા બાદ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું કે હવે લોકો ચૂંટણીની તૈયારી કરે. તેમણે સંસદભંગ કરવાની ભલામણ રાષ્ટ્રપતિને મોકલી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો