યુક્રેન-રશિયા યુદ્ધ : નવ માસના ગર્ભ સાથે યુક્રેનથી પોલૅન્ડ પહોંચલાં ભારતીય મૂળનાં મહિલાની વ્યથા

પ્રકાશિત

યુક્રેન પર રશિયાએ કરેલા હુમલા બાદ હજુ પણ યુક્રેનમાં સ્થિતિ તણાવપૂર્ણ છે અને બંને દેશ વચ્ચે સંઘર્ષ ચાલુ છે.

યુક્રેન પર રશિયાના હુમલાથી બચેલા બધા જ ભારતીયો દેશ પરત ફરી શક્યા નથી. આવાં જ એક મહિલા છે, નીતુ મોહનદાસ.

નીતુને નવ મહિનાનો ગર્ભ છે અને તેમણે આવી સ્થિતિમાં પતિ સાથે યુક્રેન છોડયું અને ભાગીને પોલૅન્ડ આવ્યાં છે.

બીબીસી સંવાદદાતા દિવ્યા આર્ય અને નેહા શર્માએ પોલૅન્ડના વોર્સોમાં તેમની મુલાકાત લીધી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો