અરવિંદ કેજરીવાલ ગુજરાતની બે દિવસની મુલાકાતે, ગાંધીઆશ્રમે રેંટિયો પણ કાંત્યો
પ્રકાશિત
દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના નવનિયુક્ત મુખ્ય મંત્રી ભગવંત માન ગુજરાતની બે દિવસની મુલાકાતે છે.
કેજરીવાલ અને ભગવંત માને શનિવારે સવારે ગાંધીઆશ્રમની મુલાકાત લીધી હતી, જ્યાં બન્નેએ રેંટિયો પણ કાંત્યો હતો.
મુલાકાત બાદ પત્રકારોને સંબોધતાં અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, "હું પહેલાં અહીં ઘણી વખત આવ્યો છું, પરંતુ મુખ્ય મંત્રી બન્યા બાદ આ પહેલી વખત આવ્યો છે. જેટલી વખત અહીં આવીએ મનને શાંતિ મળે છે."
જુઓ, તેમની મુલાકાત અંગે બીબીસી ગુજરાતીની રજૂઆત.


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો