'ગીરનાં સિંહણ' ગણાતાં રસીલાબહેન, જે સિંહોને બચાવે છે

વીડિયો કૅપ્શન, ગુજરાતનાં એ મહિલા જે સિંહને બચાવે છે
પ્રકાશિત

આ કહાણી છે ગુજરાતના રસીલાબહેનની, જેમણે દેશના પ્રથમ મહિલા રેસ્કયુ ફોરેસ્ટર બનવાનું બહુમાન પ્રાપ્ત કર્યું છે.

એક સામાન્ય પરિવારમાંથી આવતાં અને ક્યારેય ગીર જંગલ કે ગીરમાં પ્રાણીઓના અનુભવ વગર આજે દેશભરમાં વિખ્યાત બન્યાં છે અને આનંદીબહેન પટેલે તો રસીલાબહેનને ગીરનાં સિંહણ તરીકે પણ નવાજ્યાં હતાં.

પરપ્રાંતીય મહિલા શ્રમિકોની સિંહના શિકારમાં સંડોવણી સામે આવતાં તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વનવિભાગમાં મહિલાઓની ભરતી કરવાનુ નક્કી કર્યું હતું.

આમ વર્ષ 2007માં પ્રથમ વખત મહિલાઓની ગાર્ડની ભરતી કરવામાં આવી હતી. ત્યારે રસીલાબહેન આ પોસ્ટ પર વનવિભાગમાં જોડાયાં હતાં.

જાણો, તેમની કહાણી, માત્ર બીબીસી ગુજરાતી સાથે.

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો