રાજકોટમાં ચામડીનું દાન કરનાર પ્રથમ મહિલા બન્યાં મુક્તાબહેન

પ્રકાશિત

લોહી કે શરીરનાં વિવિધ અંગોનું દાન કરવાના કિસ્સા તો તમે સાંભળ્યા હશે, પરંતુ રાજકોટમાં ચામડીનું દાન કરવામાં આવ્યું છે.

98 વર્ષની ઉંમરે મુક્તાબહેનનું નિધન થતાં તેમના પુત્રે માતાની આંખ અને ચામડી અન્ય લોકોને નવજીવન આપી શકે તે માટે દાન કરવાનું નક્કી કર્યું.

આ રીતે તેમનાં માતા રાજકોટમાં ચામડીનું દાન કરનાર પ્રથમ મહિલા બન્યાં છે.

તેમજ અત્યાર સુધીમાં કુલ ત્રણ વ્યક્તિએ ચામડીનું દાન કર્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો