પ્રદીપ મેહરા, એ છોકરો જેમનો દોડી રહેલાનો વીડિયો વાઇરલ બન્યો
પ્રકાશિત
ઉત્તરાખંડના પ્રદીપ મહેરાનો આ વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. પ્રદીપ હાલ યુપીના નોઇડામાં રહે છે અને આર્મી જોઈન કરવા માટેની તૈયારીઓ કરી રહ્યા છે.
તેઓ રોજ રાતે પોતાના કામે થી ફ્રી થઈને દોડતાં ઘરે જાય છે. પ્રદીપનો આ વીડિયો વાઇરલ બન્યો છે અને તેઓ રાતોરાત ચર્ચામાં આવી ગયા છે.
આટલી પ્રસિદ્ધિ મળ્યા બાદ પ્રદીપને કેવું લાગે છે, એ વિશે તેમણે સમાચાર એજન્સી એનઆઈ સાથે વાત કરી.


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો