'આ કામ કરું છું તો લોકો મહેણાં મારે છે', મહારાષ્ટ્રનાં પરિણીત મહિલા બાઉન્સર કોમલ

પ્રકાશિત

કોમલ કાલે મહારાષ્ટ્રના અહમદનગરમાં રહે છે, તેઓ એક બાઉન્સર છે.

પાંચ વર્ષ પહેલાં તેમણે આ કામ શરૂ કર્યું હતું. તેઓ શહેરનાં પ્રથમ મહિલા બાઉન્સર છે.

કોમલ પોલીસમાં જોડાવા માગતાં હતાં. પરંતુ તેમની ઇચ્છા પૂરી ન થઈ અને પોતાનાં સપનાં સાકાર કરવા મથી રહ્યાં છે.

કોમલ કહે છે કે, "ત્રણ-ચાર વર્ષ પહેલાં એક છોકરો મને હેરાન કરતો હતો, હું તેના ઘરે ગઈ અને તેને માર માર્યો હતો."

જુઓ, કોમલની પ્રેરક કહાણી માત્ર બીબીસી ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો