ગુજરાતનાં એ મહિલા સરપંચ, જેઓ 95 વર્ષની વયે ગામનું સંચાલન કરે છે

પ્રકાશિત

95 વર્ષીય મહિલા સરપંચ લાકડીના ટેકે ચાલીને પોતાના ગામના વિકાસનું કાર્ય કરી રહ્યાં છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના પીપળા ગામનાં ગોમતીબહેન ગત ચૂંટણીમાં 24 વર્ષની મહિલાને હરાવીને સરપંચપદે ચૂંટાયાં હતાં.

યુવાનોને શરમાવે તેવા જોમ સાથે ગોમતીબહેન ઘરનાં તમામ કામ કરે છે.

તેમજ તેઓ ખેતીકામ કરવાની સાથે ગામમાં લોકોના ઘરે ઘરે જઈને સેવાકીય કામગીરી કરતાં નજરે પડે છે.

વીડિયો : સચીન પીઠવા/પ્રીત ગરાલા

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો