રશિયા-યુક્રેન યુદ્ધમાં કેટલા લોકો મૃત્યુ પામ્યાં અને કેટલા ઈજાગ્રસ્ત થયા?

પ્રકાશિત

24 ફેબ્રુઆરીથી 18 માર્ચ સુધીમાં યુક્રેનમાં 64 બાળકો અને 847થી વધુ નાગરિકોનાં મૃત્યુ થયાં છે.

સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા ઓએચસીએચઆર દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

શુક્રવારે જારી કરવામાં આવેલ દૈનિક મૃત્યુના આંકડા કરતાં શનિવારે 31 મૃત્યુ વધારે નોંધાયાં હતાં.

ઑફિસ ઑફ ધ યુનાઇટે નેશન્સ હાઇ કમિશનર ફૉર હ્યુમન રાઇટ્સ (ઓએચસીએચઆર) દ્વારા જારી કરાયેલા આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં 78 બાળકો સહિત 1399 નાગરિકો ઈજાગ્રસ્ત થયા છે.

જોકે, સાચો આંકડો તેનાથી પણ વધારે હોવાનું માનવામાં આવી રહ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો