માતાના મૃતદેહ સાથે એક બાળકે ત્રણ દિવસ પસાર કર્યા

પ્રકાશિત

આંધ્ર પ્રદેશના તિરુપતિમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, એક પુત્રને ત્રણ દિવસ સુધી ખબર ન પડી કે તેમનાં માતાનું મૃત્યુ થઈ ગયું છે.

ઘટના તિરુપતિ જિલ્લાના વિજયનગરની છે. દસ વર્ષના શ્યામપ્રસાદને ખબર નહોતી કે તેમનાં માતાનું મોત થઈ ગયું છે.

ત્રણ દિવસ પછી તેમણે પોતાના મામાને ફોન પર માતાના શરીરમાંથી દુર્ગંધ આવતી હોવાની ફરિયાદ કરતાં તેના મામા ઘરે આવ્યા અને ત્યારે માતાના મૃત્યુની જાણ થઈ હતી.

બાદમાં આ મામલે પોલીસફરિયાદ પણ નોંધાઈ છે.

વીડિયો : તુલસી પ્રસાદ રેડ્ડી

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો