અફઘાનિસ્તાનમાં લાખો બાળકો કુપોષણ અને બીમારીથી પીડાઈ રહ્યાં છે
પ્રકાશિત
અફઘાનિસ્તાનમાં દસ લાખ કરતાં વધુ બાળકોનું બાળપણ જોખમ વચ્ચે વીતી રહ્યું છે. તે પૈકીના કેટલાંક ટીબી અથવા તો ઓરી જેવી ગંભીર બીમારીથી પીડાઈ રહ્યાં છે. સાથે કુપોષણ તો ખરું જ.
ઑગસ્ટમાં તાલિબાને કાબુલ કબજે કર્યું તે પહેલાં અફઘાનિસ્તાનમાં આરોગ્યસેવા વિદેશી ફંડ પર નિર્ભર હતી. પરંતુ હવે ફંડના અભાવે અહીંની સરકારી હૉસ્પિટલોની હાલત ખરાબ છે. 95 ટકા અફઘાનીઓને પૂરતું ભોજન નથી મળતું.
તેની ભયંકર અસર બાળકોને થઈ રહી છે. બીબીસી સંવાદદાતા યોગિતા લિમયે દક્ષિણ અફઘાનિસ્તાનના હેલમંડ પ્રાંતમાં પહોંચ્યાં. જોઈએ તેમનો આ અહેવાલ.


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો