જાપાનમાં ભૂકંપને લીધે અફરાતફરી, લોકો ઘર બહાર ભાગ્યા, બેનાં મૃત્યુ
પ્રકાશિત
જાપાનમાં બુધવારે મોડી રાતે આવેલા ભૂંકપે 20 લાખ લોકોને અંધકારમાં ધકેલી દીધા.
ફુકુશિમા વિસ્તારમાં આ ભૂંકપ આવ્યો હતો, જેની તીવ્રતા 7.3 મેગ્નિટ્યૂડની હતી. ભૂંકપને પગલે બેનાં મોત અને 90 લોકોને ગંભીર રીતે ઈજા થઈ છે.
રાજધાની ટોક્યો સહિત અનેક વિસ્તારોમાં લોકોએ ઘરની બહાર ઊભા રહેવાની ફરજ પડી હતી. ફુકુશિમા, મિયાગી અને યામાગાડા વિસ્તારોમાં તેના આફ્ટર શૉક અનુભવાયા હતા.


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો