You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ડાંગ દરબારમાં પેન્શન અને એક દિવસના માન બાદ આ રાજાઓની હાલત કેવી છે?
ડાંગ જિલ્લાના રાજાઓ ભારતના એકમાત્ર એવા રાજાઓ છે કે જેઓને પૉલિટિકલ પેન્શન આપવામાં આવે છે.
હોળી પૂર્વે ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાના મુખ્ય માર્ગ ઉપર બગીઓમાં બેસાડીને રાજાઓને દરબાર હૉલમાં લઈ જવામાં આવે છે, જ્યાં રાજ્યપાલ દ્વારા પાંચ રાજાઓ, 9 નાયકો અને તેમનાં ભાવબંધોનું સન્માન કરવામાં આવે છે.
રાજાઓને જંગલના પટ્ટાઓના બદલામાં પૉલિટિકલ પેન્શન આપવામા આવે છે. પરંતુ અન્ય રાજાઓની સરખામણીના ડાંગ જિલ્લાના રાજાઓની પરિસ્થિતિ ખૂબ જ દયનીય લાગે છે.
ડાંગમાં વર્ષ 1842 સુધી ડાંગી ભીલ રાજા અને નાયકો રાજ કરતા હતા, પરંતુ એ પછી આ વિસ્તાર પર બ્રિટિશરોનું પ્રભુત્વ સ્થાપિત થયું, જેના બદલામાં ભીલ રાજાઓને વાર્ષિક સાલિયાણું આપવામાં આવતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો