વડોદરાના સાત મહિનાનાં બે બાળકો, જેમનો જીવ બચાવવા જોઈએ છે કરોડોનાં ઇન્જેક્શન
પ્રકાશિત
વડોદરાના સાત મહિનાનાં બે બાળકો ખૂબ જ ગંભીર ગણાતી બીમારીથી પીડાઈ રહ્યાં છે. તેમના ઇલાજ માટે 32 કરોડ રૂપિયાનાં ઇન્જેક્શનની જરૂર છે.
વડોદરામાં રહેતાં સાહિલ કીરી અને રેશમા કીરીના ઘરે એકસાથે ત્રણ બાળકોનો જન્મ થયો હતો. જેમાંથી પ્રિશા અને પ્રથમને સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી નામની બીમારી હોવાનું બહાર આવતાં પરિવારની બધી ખુશીઓ દુ:ખમાં ફેરવાઈ ગઈ.
જુઓ, આ પરિવારની દાસ્તાન, માત્ર બીબીસી ગુજરાતી સાથે.


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો