યુક્રેનમાં સર્જાયેલી તબાહીનાં દૃશ્યો, જ્યાં જુઓ ત્યાં કાટમાળ
પ્રકાશિત
રશિયાએ કરેલા યુક્રેનમાં હુમલા બાદ યુક્રેનનાં શહેરો અને ગામડાંઓમાં તબાહી સર્જાઈ છે.
હજુ પણ રશિયા અને યુક્રેન વચ્ચે સંઘર્ષ ચાલુ છે અને લાખો લોકો યુક્રેન છોડીને જતા રહ્યા છે.
આ દૃશ્યો યુક્રેનમાં સર્જાયેલી તબાહીનાં છે. રશિયાએ અહીં કરેલા હુમલા બાદ અનેક વિસ્તારો હાલ કાટમાળમાં ફેરવાઈ ગયા છે.
રશિયાએ કરેલા હવાઈ હુમલામાં યુક્રેનના ઘણા વિસ્તારોમાં મકાનો, રસ્તાઓ, પૂલો, સ્કૂલો સહિતની મિલકતો તૂટી ગઈ છે.
અનેક લોકોનાં ઘર તૂટી ગયાં છે અને લોકો જીવ બચાવી ભાગવા મજબૂર બન્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો