You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યુદ્ધના મેદાનમાં જ યુક્રેનના સૈનિકે કર્યાં લગ્ન, સૈનિકોની હાજરીમાં પહેરાવી રિંગ
પ્રકાશિત
રશિયાના યુક્રેન પર આક્રમણના 11મા દિવસે યુક્રેનથી આવતી આ તસવીરોની દુનિયાભરમાં ચર્ચા છે.
યુક્રેનિયન આર્મીમાં ફરજ બજાવતા બે સૈનિકોએ સરહદ પર ચાલતી લડાઈ વચ્ચે એકબીજાને લગ્નના કોલ આપ્યા હતા.
કિએવપોસ્ટના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર થયેલી પોસ્ટ પ્રમાણે લેસ્યા અને વાલેરે રવિવારે લગ્ન કર્યાં.
બંને સરહદીય સુરક્ષા માટે ફરજ બજાવતી 112મી બ્રિગેડમાં કાર્યરત છે. બંનેએ ડ્યૂટી દરમિયાન જ લગ્ન કર્યાં હતાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો