બનાસકાંઠા ટ્રૅક્ટર રૅલ : નર્મદાના પાણી માટે બનાસકાંઠામાં ખેડૂતો કેમ આંદોલન પર ઊતર્યા?
પ્રકાશિત
બનાસકાંઠના ખેડૂતો પાણીની સમસ્યાને લઈને લાલઘૂમ થઈ ગયા છે. સોમવારે હજારોની સંખ્યામાં ખેડૂતોએ સૂત્રોચ્ચાર સાથે મલાણા ગામથી પાલનપુર કલેક્ટર કચેરી સુધીની ટ્રેક્ટર રેલી કાઢી હતી.
મલાણા ગામમાં આવેલું તળાવ 50 ગામોને પાણી પૂરું પાડે છે પરંતુ ઉનાળાની શરૂઆત થતાં જ આ તળાવ સૂકું ભઠ્ઠ બની ગયું છે. ખેડૂતોની મુખ્ય માગ છે કે આ તળાવ ભરવામાં આવે.
વીડિયો : પરેશ પઢિયાર રવિ પરમાર

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો