યુક્રેનની સુમી સ્ટેટ યુનિવર્સિટીથી વિદ્યાર્થીઓ 600 કિલોમિટર દૂર આવેલી બૉર્ડર માટે નીકળ્યા

પ્રકાશિત

યુક્રેનની ઉત્તર પૂર્વમાં આવેલી સુમી સ્ટેટ યુનિવર્સિટીમાં લગભગ 800 જેટલા વિદ્યાર્થીઓ ફસાયા હોવાના અહેવાલ સામે આવ્યા છે.

આ વિદ્યાર્થીઓ પૈકી એક શ્રીનિવાસે જણાવ્યું કે પાછલા દસ દિવસથી તેઓ મદદ માટે રાહ જોઈ રહ્યા છે અને જીવ બચાવવા યુનિવર્સિટી પરિસરમાં ભૂખ્યા તરસ્યા ભટકી રહ્યા છે.

તો શ્રીજા એ જણાવ્યું કે વિદ્યાર્થીનીઓની સ્થિતિ ખુબ ગંભીર બની ગઈ છે. દવાઓ પણ ઉપલબ્ધ ન થતાં પિરિયડમાં આવી ગયેલી વિદ્યાર્થીનીઓની સ્થિતિ કફોડી બની ગઈ છે.

જુઓ, આ વિદ્યાર્થીઓની સ્થિતિ અંગે બીબીસી ગુજરાતીની ખાસ રજૂઆત.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો