ગુજરાત સહિત ‘વિકસિત રાજ્યો’માં દર છ દિવસે એક નવજાત બાળકી તરછોડાય છે
બાળકીઓના તરછોડાવાના સંખ્યાબંધ કિસ્સાઓ અવારનવાર સમગ્ર ભારતમાં જોવા મળે છે.
સરકાર, બિન સરકારી સંસ્થાઓ અને નાગરિક સમાજના અસંખ્ય પ્રયત્નો છતાં આવી ઘટનાઓ અવારનવાર બનતી જોવા મળે છે.
બીબીસી ગુજરાતીએ કરેલી RTIના જવાબમાં જાણવા મળ્યું હતું કે દેશનાં કહેવાતાં વિકસિત રાજ્યો ગુજરાત, દિલ્હી અને મહારાષ્ટ્રમાં પાછલાં દસ વર્ષમાં 602 નવજાત બાળકીઓ તરછોડાયેલ અવસ્થામાં મળી આવી છે.
જો આની સરેરાશ કાઢવામાં આવે તો માત્ર આ ત્રણ રાજ્યોમાં જ દર છ દિવસે એક નવજાત બાળકી તરછોડવાનો બનાવ નોંધાયો છે.
‘દીકરી વહાલનો દરીયો’, આ વિચારમાં વિશ્વાસ રાખતા હોવાનો દાવો કરતાં ભારતીયો કેમ પોતાની નવજાત દીકરીઓને રસ્તા પર તરછોડી દે છે? આ પ્રશ્ન અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે બીબીસી ગુજરાતીએ આ ક્ષેત્રના જાણકારો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો.


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો