રશિયન સેનાએ કિએવ અને ખારકિએવમાં મચાવેલી તબાહીનાં એ ભયાનક દૃશ્યો
પ્રકાશિત
યુક્રેન પર રશિયન સેનાના આક્રમણનો ગુરુવારે આઠમો દિવસ છે.
દરમિયાન રશિયન સેનાએ યુક્રેનની રાજધાની કિએવ પર ભીષણ હુમલાઓ શરૂ કર્યા છે.
બુધવારે રાતથી શરૂ કરીને ગુરુવારે વહેલી સવાર સુધી અહીં ભયાનક વિસ્ફોટોના અવાજ સંભળાયા છે.
આ વિસ્ફોટોના કેટલાક કલાક પહેલા કિએવના એક સેન્ટ્રલ ટ્રેન સ્ટેશન નજીક જોરધાર વિસ્ફોટ થયો હતો.
જેની અસર સમગ્ર શહેરમાં વર્તાઈ હતી. કેટલાક વાઇરલ વીડિયોમાં રસ્તા પર પડેલા સામાન્ય લોકોની લાશો જોઈ શકાય છે.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો