રશિયા-યુક્રેન યુદ્ધ : વિસ્થાપિત થયેલા લોકો સાથે સરહદે ભેદભાવ કરાયો?
પ્રકાશિત
રશિયા-યુક્રેન યુદ્ધનો આજે સાતમો દિવસ છે. છેલ્લા સપ્તાહથી યુક્રેનમાં વિસ્થાપિત થયેલા લોકોનો સરહદ તરફ ધસારો વધી રહ્યો છે.
ત્યારે કેટલાક લોકોએ ફરિયાદ કરી છે કે યુક્રેનના સૈન્ય તરફથી રંગભેદના આધારે તેમની સાથે ભેદભાવ કરવામાં આવે છે.
વાઇરલ થયેલા કેટલાક વીડિયોમાં આ ભેદભાવ જોઈ શકાય છે. બીબીસીએ આવા જ અન્ય કેટલાક વીડિયો મેળવ્યા.
આ અંગે બીબીસી તરફથી પુછાયેલા પ્રશ્ન વિશે યુક્રેનિયન બૉર્ડર ફોર્સે કોઈ જવાબ નહોતો આપ્યો.
જોઈએ પરહમ ઘોબડીનો અહેવાલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો