રશિયા સામે લડવા યુક્રેનની આ મહિલાઓએ બૉમ્બ બનાવવાનું શરૂ કર્યું

પ્રકાશિત

યુક્રેનના પૂર્વ ભાગમાં આવેલા નિપરો શહેર પર હજુ સુધી આક્રમણ શરૂ નથી થયું, પરંતુ આ શહેરના રહેવાસીઓ સૌથી ખરાબ પરિસ્થિતિ માટે તૈયારી કરી રહ્યા છે.

અહીં મહિલાઓ બૉમ્બ બનાવવા માટે એકઠાં થયાં હતાં. મહિલાઓ વિકેન્ડમાં પોતાના દેશને મદદ કરવા માટે કામ કરે છે.

તેઓ બૉમ્બ બનાવે છે અને કહે છે કે અત્યારે દેશને આની વધુ જરૂર છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો