'તમે હુમલાખોર છો, ફાસીવાદી છો', જ્યારે યુક્રેનનાં વૃદ્ધ મહિલાએ રશિયન સૈનિકોને ધમકાવ્યા

પ્રકાશિત

ગુરુવારે રશિયાએ યુક્રેન પર સૈન્યકાર્યવાહીની શરૂઆત કરી.

જે હજુ ચાર દિવસ બાદ પણ ચાલુ છે. યુક્રેનના કેટલાક વિસ્તારો કબજે કર્યાનો દાવો રશિયા કરી રહ્યું છે. તો બીજી તરફ યુક્રેન તરફથી દાવા કરાઈ રહ્યા છે કે યુક્રેનનું સૈન્ય હુમલાખોર રશિયન સૈનિકોનો અડગ રહીને સામનો કરી રહ્યા છે.

યુક્રેનના એક વિસ્તારમાં કાર્યવાહી દરમિયાન રશિયન સૈનિકો પર એક સ્થાનિક વૃદ્ધ મહિલા ગુસ્સે થયાં હતાં. તેમણે રશિયન સૈનિકોને ધમકાવ્યા હતા.

આ દરમિયાનનો તેમનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો