પાકિસ્તાનમાં એક ગૅસ સિલિન્ડરનો ભાવ 12,000ને પાર, કેવી રીતે જીવે છે લોકો?

પ્રકાશિત

આમ તો પાકિસ્તાનમાં ગૅસ પાઇપલાઇનથી આપૂર્તિની અછત ઘણાં વર્ષોથી છે. પરંતુ શિયાળામાં અહીં લોકોની પરેશાની ખૂબ વધી જાય છે. જેની અસર સામાન્ય લોકોની જિંદગી પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે.

નાના વેપારીઓને પણ ગૅસની અછત અને ઇંધણના વધતા ભાવોનો માર સહન કરવો પડે છે.

પાકિસ્તાનમાં દર વર્ષે પ્રાકૃતિક ગૅસ રિઝર્વમાં 9 ટકાનો ઘટાડો થઈ રહ્યો છે. LNGની આયાત કરવી પણ સરકારને ખૂબ મોંઘી પડી રહી છે.

એટલા માટે એક હદથી વધારે ઘરેલુ ઉપભોક્તાની જરૂરિયાતો પૂરી કરવી મુશ્કેલ બની જાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો