રશિયાના હુમલા બાદ યુક્રેનમાં ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓ કેવી મુશ્કેલીમાં?

પ્રકાશિત

રશિયાએ યુક્રેન પર કરેલા હુમલા બાદ યુક્રેને હવાઈ સેવાઓ બંધ કરી દીધી છે.

હજારો ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયેલા છે, જેમાં કેટલાક ગુજરાત મૂળના છે.

ઍર ઇન્ડિયાની ફ્લાઇટ વિદ્યાર્થીઓને ત્યાંથી કાઢવા માટે રવાના થઈ હતી, જોકે યુદ્ધની સ્થિતિને જોતા એ ફ્લાઇટ પાછી આવી ગઈ છે.

300 જેટલા ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનની રાજધાની કિવમાં ફસાયેલા છે. બીજા કેટલાય વિદ્યાર્થીઓ કીવથી દૂર ઘણી યુનિવર્સિટીઓની હૉસ્ટેલમાં ફસાયેલા છે.

આવા જ કેટલાક વિદ્યાર્થીઓ સાથે બીબીસીએ વાત કરી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો