મહેસાણા : પાકિસ્તાનના શરણાર્થીના ગુજરાતના લોકોએ ધામધૂમથી લગ્ન કરાવ્યાં

વીડિયો કૅપ્શન, પાકિસ્તાનના શરણાર્થીના ગુજરાતના લોકોએ ધામધૂમથી લગ્ન કરાવ્યાં
પ્રકાશિત

પાકિસ્તાનથી આવેલા અને મહેસાણાના કુકસ ગામે વસેલા શરણાર્થી પરિવારનાં આ લગ્ન છે.

જાન લઈને આવનાર વરરાજા પણ પાકિસ્તાનથી આવેલા શરણાર્થી જ છે.

કુકસ ગામમાં રહેતા ચેતનભાઈ મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. આ ગરીબ પિતા લગ્નનો ખર્ચ ઉઠાવી શકે તેટલા સક્ષમ નહોતા. આથી કુકસ ગામના લોકોએ સહિયારો ફાળો કરીને આ લગ્ન કરાવ્યાં.

દીકરીનાં લગ્નની બધો જ ખર્ચ ગામલોકોએ માથે લઈ લેતા પિતાની ખુશીનો પાર નથી.

ફૂટર

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો