યુક્રેન-રશિયા સંકટને કારણે શું વિશ્વ યુદ્ધ તરફ આગળ વધી રહ્યું છે?

પ્રકાશિત

પુતિનની જાહેરાત બાદ શૅરબજારમાં કડાકો નોંધાયો છે, યુક્રેનના બે પ્રદેશોને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન દ્વારા સ્વતંત્ર ક્ષેત્રો જાહેર કરાયા છે.

ત્યાં સેના મોકલવાનો આદેશ કરાતા પશ્ચિમના દેશો ભડક્યા છે.

વધી રહેલા તણાવ વચ્ચે રશિયા, યુરોપ તથા અમેરિકા યુદ્ધ તરફ આગળ વધી રહ્યા છે? પુતિનની આ જાહેરાતથી યુક્રેન સંકટને નિવારવા જે રાજદ્વારી પ્રયાસો થઈ રહ્યા હતા તેને કેટલો મોટો ઝટકો લાગ્યો?

જો યુદ્ધ થશે તો તેની વિશ્વના દેશોના અર્થતંત્ર પર કેવી અસર થશે? તેના પર જ આજની કવર સ્ટોરી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો