સુરત : ગ્રીષ્મા હત્યાકાંડ બાદ મહિલાઓમાં સુરક્ષાને લઈને શું થયું પરિવર્તન?

વીડિયો કૅપ્શન, સુરત : ગ્રીષ્મા હત્યાકાંડ બાદ મહિલાઓમાં સુરક્ષાને લઈને શું થયું પરિવર્તન?
પ્રકાશિત

સુરતમાં ગ્રીષ્મા વેકરિયાની હત્યા બાદ મહિલાઓ ખુદની સુરક્ષાને લઈને ગંભીર બની ગઈ છે. સુરતમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન દ્વારા મહિલાઓને મફતમાં સ્વબચાવની તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.

અહીં મહિલાઓને સ્વબચાવની અલગ-અલગ ટેકનિક શીખવવામાં આવે છે. સાથે જ જો મહિલાઓ પર કોઈ હુમલો કરે તો તેમાં કેવી રીતે બચી નીકળવું તે પણ શીખવવામાં આવે છે.

સ્વબચાવની આ તાલીમ મહિલાઓના આત્મવિશ્વાસમાં વધારો કરી રહી છે. આ મહિલાઓનું માનવું છે કે ગમે તેવી પરિસ્થિતિ હોય એક મહિલા ખુદ એટલી સક્ષમ હોવી જોઈએ કે તે પોતાનો બચાવ કરી શકે.

ફૂટર
line
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો