રશિયા-યુક્રેન વિવાદ : યુક્રેનની ફ્રન્ટલાઇનથી ગ્રાઉન્ડ રિપોર્ટ

પ્રકાશિત

રશિયા-યુક્રેન સંકટને કારણે પેદા થયેલો તણાવ ઓછો થવાને બદલે વધી રહ્યો છે. આ બંને દેશો વચ્ચે ચાલી રહેલા વિવાદ પર આખી દુનિયાની નજરો છે.

યુક્રેન પરના રશિયાના સંભવિત આક્રમણ બાબતે પશ્ચિમના નેતાઓ ચેતવણી આપી રહ્યા છે ત્યારે રશિયાએ સૈન્ય ટુકડીઓ પાછી ખેંચવાની જાણકારી આપી હતી.

પરંતુ યુક્રેન અને પશ્ચિમી દેશો રશિયાને સંશયની દૃષ્ટિથી જોઈ રહ્યા છે. ત્યારે આજની કવર સ્ટોરીમાં બીબીસીનો એ જગ્યાએથી ગ્રાઉન્ડ રિપોર્ટ જ્યાં રશિયા સૌથી પહેલા પગપેસારો કરી શકે તેવી સંભાવના છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો