You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘જો એક લાખની કિંમતનું ઇન્જેક્શન છ માસમાં નહીં લાગે તો મારી દીકરીની ઊંચાઈ નહીં વધે’
ઝારખંડના બિરેન્દરકુમાર તેમનાં પત્ની અને નવ વર્ષની દીકરી સુપ્રિયા સાથે દિલ્હીની એઇમ્સ હૉસ્પિટલના આશ્રય માટેના કૅમ્પમાં રોકાયેલાં છે.
તેમની દીકરી સુપ્રિયા એક દુર્લભ બીમારીથી પીડિત છે.
કૅન્સર અને ટ્યૂમરના ઇલાજ બાદ દીકરીની ઊંચાઈ વધવાનું અટકી ગયું છે.
જો એક લાખની કિંમતનું ઇન્જેક્શન લાગી જાય તો તેમની ઊંચાઈ સામાન્ય વ્યક્તિઓની જેમ વધી શકે તેમ છે. પરંતુ દંપતી પોતાની પુત્રી સાથે પૈસાના અભાવે ઇલાજ ન કરાવી શકવાના કારણે આશ્રય કૅમ્પમાં રહી રહ્યું છે.
જો છ માસમાં તેમની પુત્રીને ઇન્જેક્શન નહીં લાગે, તો તેમની ઊંચાઈ પર હંમેશાં માટે અસર પડી શકે તેમ છે.
જુઓ, સુપ્રિયાના સ્વાસ્થ્ય માટે ઝઝૂમી રહેલાં માતાપિતાની કહાણી, માત્ર બીબીસી ગુજરાતી સાથે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો