કર્ણાટકમાં હિજાબ વિવાદને કારણે ઉભી થયેલી સ્થિતિ પર બીબીસીનો ગ્રાઉન્ડ રિપોર્ટ

પ્રકાશિત

કર્ણાટકની હાઈસ્કૂલ અને કૉલેજમાં હિજાબ પહેરવાના અધિકારને લઈને હાઇકોર્ટમાં મુસ્લિમ વિદ્યાર્થિનીઓની અરજી પર સુનાવણી ચાલી રહી છે.

ચુકાદો આવે એ પહેલાં જ બિન-મુસલમાન વિદ્યાર્થીઓ દ્વારા ભગવી પાઘડી અને કેસરી સાલ પહેરીને વિરોધ કરવાની અને મુસલમાન વિદ્યાર્થિનીઓ સામે નારેબાજી અને ધક્કા-મુક્કી કરવાના બનાવો બન્યા હતા.

ત્યાર બાદ પ્રદેશમાં શૈક્ષણિક સંસ્થાનોમાં તણાવ પેદા થયો છે. ઉડુપી પહોંચલા બીબીસી સંવાદદાતા દિવ્યા આર્યએ વિદ્યાર્થિનીઓ, નેતાઓ અને ચળવળકારો સાથે મુલાકાત કરી કર્ણાટકમાં સાંપ્રદાયિક ધ્રુવીકરણની વચ્ચે આ બદલાતા સંજોગો અને તેની સામાન્ય લોકોના સંબંધો પરની અસરને સમજવાનો પ્રયાસ કર્યો.