100 વર્ષની વયે પણ યુવાનો જેવા જુસ્સાથી સ્વયં સેવા કરતાં મહિલા

પ્રકાશિત

બેરિલ કાર. લંડનના લીગ ઑફ ફ્રેન્ડ્સ નામના કાફેમાં 18 વર્ષથી કૅશિયર તરીકે સ્વયં સેવા આપે છે.

તેઓ 100 વર્ષનાં છે. તેમ છતાં યુવાનો જેવા જુસ્સાથી અન્યો માટે આવીને અહીં કામ કરે છે.

તેઓ કહે છે કે તેઓ નજીકના ભવિષ્યમાં આરામ કરવાનું કોઈ આયોજન ધરાવતાં નથી.

બેરિલ માને છે કે આવી રીતે તેઓ પોતાનાથી ઓછા ભાગ્યશાળી લોકોની મદદ કરવાનું ઉમદા કામ કરે છે. અને તે તેઓ છોડવા માગતાં નથી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો